ભોપાલ ગેસ દુર્ઘટના: પીડિતોને મોટો ઝટકો,કંપની પાસેથી ૭૪૦૦ કરોડના વધારાના વળતરની માંગ કરતી પિટિશન ફગાવી દીધી

  • કેન્દ્રની અરજીને ફગાવતા કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતરમાં ઘોર બેદરકારી માટે ઠપકો આપ્યો.

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, કોર્ટે યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી ૭૪૦૦ કરોડના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્રની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી છે.

કેન્દ્રની અરજીને ફગાવતા કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતરમાં ઘોર બેદરકારી માટે ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરબીઆઈ પાસે પડેલી રૂ. ૫૦ કરોડની રકમનો ઉપયોગ ભારત સરકાર બાકી રહેલઆ દાવાઓને પહોંચી વળવા માટે કરશે.

જણાવી દઈએ કે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને ભોપાલમાં ગેસ દુર્ઘટના બાદ ૪૭૦ મિલિયન યુએસ ડોલરનું વળતર આપ્યું હતું પણ પીડિતોએ વધુ વળતરની માંગણી કરતાં કોર્ટનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે કેન્દ્રએ ૧૯૮૪ની દુર્ઘટનાના પીડિતોને કંપની પાસેથી ૭,૮૪૪ કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરી હતી અને કેન્દ્રએ વળતર વધારવા માટે ડિસેમ્બર ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી.

સરકાર ઇચ્છતી હતી કે યુનિયન કાર્બાઇડ ગેસ દુર્ઘટનાના પીડિતોને આ પૈસા આપે જ્યારે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને કોર્ટમાં કહ્યું હતું કે તે ૧૯૮૯માં થયેલા કરાર સિવાય ભોપાલ ગેસ પીડિતોને વધુ પૈસા નહીં આપએ. આ અરજી પર ૧૨ જાન્યુઆરીએ બેન્ચના તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો અને મંગળવારે કોર્ટે તે અરજી તેને ફગાવી દીધી હતી.

વર્ષ ૧૯૮૪માં ભોપાલના કાઝી કેમ્પ અને જેપી નગર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો રાતે સૂતા હતા ત્યારે આરિફ નગરની અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડમાં ગેસના ટેંકમાંથી એક ટેંક જેનો નંબર ૬૧૦ છે તેનો ખતરનાક ગેસ લિક થયો અને તેણે હજારો લોકોના જીવ લીધા. આ ગેસની અસર અનેક વર્ષો સુધી પણ લોકો ભોગવી રહ્યા છે.

યૂનિયન કાર્બાઈડની ફેક્ટરીથી લગભગ ૪૦ ટન ગેસ લીક થયો હતો. ગેસ લીકનું કારણ ટેંક નંબર ૬૧૦માં ઝેરીલો મિથાઈલ આઈસો સાઈનેટ ગેસનું પાણીથી મિશ્રણ થવું હતું. આ કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સાથે તેમાં દબાણ આવતાં ટેંક ખુલી અને ગેસ બહાર આવી. આ ગેસે અનેક લોકોના જીવ લીધા. આ ગેસ લીકેજની ઘટના રાતે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી અને મોટી સંખ્યામાં તેની અસર જોવા મળવાની સાથે અનેક લોકોની લાશનો ઢેર થયો હતો.

યુનિયન કાર્બાઈડ સંયંત્રથી ફેલાયેલો ઝેરી ગેસ મિથાઈલ આઈસો સાઈનેટ ગેસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા ૪૦૦૦થી ઓછી છે પણ દાવો કરાયો છે કે આ ઘટનામાં ૧૬૦૦૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશની સરકારે કહ્યું કે ગેસ લીકેજની ઘટનામાં કુલ ૫,૭૪,૩૭૬ લોકો પ્રભાવિત થયા હતા તો ૩,૭૮૭ના જીવ ગયા હતા. શરૂઆતમાં મૃત્યુ પામનારની સંખ્યા ૨૨૫૯ કહેવામાં આવી હતી અને થોડા સમય બાદ તેને અપડેટ કરાઈ હતી. ૨૦૦૬માં સરકારે જાહેર કરેલા શપથપત્રમાં કહેવાયું છે કે ગેસ લીકેજ કાંડમાં ૫૫૮,૧૨૫ લોકો પ્રભાવિત થયા હતા અને સાથે જ ગંભીર રીતે પ્રભાવિત થનારાની સંખ્યા ૩,૯૦૦ની હતી. આ લોકો અપંગતાનો શિકાર પણ બન્યા હતા.