
ભારતમાં ધર્મસ્થળો સાથે જોડાયેલાં તથ્યો, રહસ્યોની ભરમાર છે અને તેમનો યથોચિત ખુલાસો સુખદ અને સ્વાગતયોગ્ય છે. ધર્મસ્થળો સાથે જોડાયેલા તમામ પાસાં પરથી પડદો ઉઠાવવો એટલા માટે જરૂરી છે, જેથી સમયે સમયે વિના કારણે ઊઠતા વિવાદોનો અંત આવી શકે. આ કડીમા મય પ્રદેશમાં આવેલ ભોજશાળાનો વિવાદ છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ સોમવારે ભોજશાળા-કમાલ-મૌલા મસ્જિદ પરિસરના પોતાનો વૈજ્ઞાનિર સર્વેક્ષણ રિપોર્ટ મય પ્રદેશ હાઇકોર્ટની ઇંદોર પીઠને સોંપી દીધો છે. એઅસઆઇના વકીલ હિમાંશુ જોશીએ ૨૦૦૦ પેજથી વધારેનો રિપોર્ટ હાઇકોર્ટને સોંપ્યો છે, જેના પર ૨૨ જુલાઇએ સુનાવણી થશે.
૧૧મી સદીની આ ઇમારતમાં ત્રણ મહિનાથી સર્વેક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું અને હવે જે તથ્યો સામે આવ્યાં છે, તેના પર અદાલત જલ્દી નિર્ણય કરશે તેવી આશા છે. આ એવી સંવેદનશીલ બાબત છે, જેના પર તમામ સંબંધિત પક્ષોએ બહુ સાવધાની અને સમજદારીથી ડગલાં ભરવાં જોઇએ. યાન રહે, હિંદુ સમુદાય તેને વાગ્દેવી (સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને મસ્જિદ કહે છે. લાંબા સમયથી એ માંગ થઈ રહી હતી કે આ ઇમારતનું વૈજ્ઞાનિક રીતે સર્વેક્ષણ થાય.
જોકે પુરાતત્ત્વ વિભાગના રિપોર્ટમાં શું છે તેની સત્તાવાર માહિતી અદાલતી સુનાવણીમાં જ જાણવા મળશે, પરંતુ એક પક્ષનો દાવો છે કે ભોજશાળા પરિસરમાં મોટા પાયે મૂતઓનાં પ્રમાણ મળ્યાં છે. પ્રમાણોને જોકે રાજકીય મંચો પર નહીં, બલ્કે અદાલતોમાં પરખવા જોઇએ. વિભિન્ન પક્ષોની ખેંચતાણ કે તણાવ વધારવાની કોશિશોને ટાળવી જોઇએ. અહીં એ પણ યાનમાં રાખવું પડશે કે અદાલતી આદેશ અનુસાર, છેલ્લાં ૨૧ વર્ષોથી મંગળવારે ભોજશાળામાં પૂજા કરવાની અનુમતિ છે, જ્યારે શુક્રવારે નમાજ અદા કરવા દેવામાં આવે છે.
આ પ્રચલિત વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના બદલાવથી અસર પડી શકે છે, તેથી અહીં ફૂંકી ફૂંકીને ડગલાં ભરવાનો સમય છે. આ સમગ્ર મામલાને તથ્યોની રોશનીમાં જોવાની જરૂર છે, જેથી હિંદુ-મુસ્લિમ વિવાદ વધવા ન પામે. સભ્ય સંગઠન, સભ્ય રીતભાતો અને લોક્તાંત્રિક ઉદારતા સાથે ભોજશાળા વિવાદ ઉકેલવો જોઇએ. એએસઆઇ દ્વારા ભોજશાળાનો જે રિપોર્ટ સોંપાયો છે તેમાં ૧૭૦૦ અવશેષોનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અહીંના સ્તંભોની કલા અને વાસ્તુકલાને જોતાં જ ખબર પડી જાય છે કે તે મૂળ રૂપે મંદિરોનો હિસ્સો હતા.
ભોજશાળા પરિસરના ૫૦ મીટરના દાયરામાં કરવામાં આવેલ ખોદકામ, અહીંથી મળેલી ૯૪ મૂતઓ, ૩૧ સિક્કા અને પરમારકાલીન શિલાલેખના વિસ્તૃત અયયન બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભોજશાળાના સર્વેમાં આ મહત્ત્વપૂર્ણ અવશેષો મળ્યા ગર્ભગૃહ પાછળ ૨૫ ફીટથી વધારે ખોદકામમાં દીવાલનું માળખું નીકળ્યું તો પાછળ ખેતરોમાંથી મૂતઓ મળી હતી. ખોદકામમાં ગણપતિ અને બ્રહ્મા સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા મળી છે. હિંદુ પક્ષકારોને લાગે છે કે જે ઉદ્દેશ્યથી અરજી કરવામાં આવી હતી તે ઉદ્દેશ્ય પૂરો થતો દેખાય છે.