ભોજપુરી ક્વીને બેલે ડાન્સ કરીને મચાવ્યો તરખાટ

મુંબઇ,

બોલીવૂડની જ નહીં, પણ હવે ભોજપુરી અભિનેત્રીઓ પણ સોશિયલ મીડિયા પર પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરવામાં માહેર થઈ ગઈ છે અને આ બોલ્ડ અંદાજથી રાતારાત લોકપ્રિયતા મેળવી રહી છે, જેની યાદીમાં જાણીતી ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનું નામ મોખરે છે. રવિવારના દિવસે પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરતા મહેબૂબા મહેબૂબાના ગીતમાં બેલે ડાન્સ કરીને તેના ચાહકોના દિલ જીતી લીધા છે.

અલબત્ત,ભોજપુરી ક્વીન નમ્રતા મલ્લાએ બ્લેક બિકિનીમાં બોલ્ડ અંદાજ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોના દિલ જીતી લીધા છે.ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ વીડિયો શેર કરીને તેના ચાહકોના શ્ર્વાસ અદ્ધર કરી નાખ્યા છે અને હિન્દી ફિલ્મ ‘શોલે’ના જાણીતા ગીત મહેબૂબા ઓ મહેબૂબાપપર ડાન્સ કરીને લખ્યું છે ઓન ડિમાન્ડ ઈં મહેબૂબાપ

પાંચ કલાક પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોને હજારો લાઈક મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેના ડાન્સ વખાણ કરતા થાક્યા નથી. એટલું જ નહીં, એક ચાહકે તો લખી નાખ્યું છે કે હવે બેલી ડાન્સ માટે આપણે રશિયન કલાકારની જરુર રહેશે નહીં.