
મુંબઇ,
પ્રખ્યાત ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહને પટાનાના કંકડબાગ સ્થિત ઘરે પોલીસે એક નોટીસ ચોંટાડી હતી. નોટિસમાં તેમને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો તે હાજર ન થાય તો પોલીસ તેની ધરપકડ કરી શકે છે. વૈશાલી પોલીસે પોસ્ટર ચોંટાડ્યું છે. આ ઘટના ગત વર્ષની છે જ્યારે અક્ષરા સિંહ મુન્ના શુક્લાના ઘરે કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી અને ત્યાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો.
રિપોર્ટ્સ અનુસાર નવેમ્બર ૨૦૨૧માં બાહુબલી મુન્ના શુક્લાના ભત્રીજાના ઉપનયન કહેતા જનોઈ સમારોહમાં અક્ષરા સિંહને કાર્યક્રમ માટે બોલાવવામાં આવી હતી. અક્ષરા સિંહના કાર્યક્રમમાં ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. આ પછી પોલીસે મુન્ના શુક્લા સહિત તેની પત્ની, અભિનેત્રી અક્ષરા સિંહ અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ કેસ નોંયો હતો. બતાવાઈ રહ્યું છે કે આ કેસમાં મુન્ના શુક્લા સહિત અન્ય આરોપીઓએ તો કોર્ટમાંથી જામીન લઈ લીધા હતા પરંતુ અક્ષરાસિંહે જામીન નથી લીધા. આ કારણે પોલિસે હવે તેના ઘર પર નોટિસ ચિપકાવી છે.
આ અંગે લાલગંજના એસએચઓ અમરેન્દ્ર કુમારે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું કે, દેસારીના એસએચઓ સુનીલ કુમાર દ્વારા આ નોટીસ ગયા મહિનાની ૨૫મી તારીખે ચોંટાડી હતી. જે સમયે આ ઘટના બની તે સમયે તે લાલગંજમાં એસઆઈ તરીકે તૈનાત હતા. આ સમયે લાલગંજમાં જ એસઆઈના પદ પર પ્રસ્થાપિત હતા. ઘટના દરમિયાન કેસના આઈઓ હતા. હાલમાં પણ તે કેસના આઈઓ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો અક્ષરા સિંહ કોર્ટમાં હાજર નહીં થાય તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેની ધરપકડ કે નજરકેદ કરવામાં આવી શકે છે. અક્ષરા સિંહ હાલ મુંબઈમાં છે, જરૂર પડશે તો ત્યાં ટીમ મોકલવામાં આવશે. હાલમાં અક્ષરાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.