ભીષણ ગરમીથી ભગવાનને બચાવવા માટે કૂલર લગાવ્યા, થોડી થોડી વારે શરબત અપાય છે

જોધપુર,ગરમી હાલ તેની ચરમ પર છે. જોધપુરમાં તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. ત્યારે આ સમયે શહેરના મંદિરોમાં ભગવાનને ગરમીથી બચાવવા માટે કૂલર લગાવવામાં આવી રહ્યા છે. ભગવાનના વો પણ ગરમીના હિસાબથી પહેરાવવામાં આવી રહ્યા છે અને પેય પદાર્થો ઉપરાંત ભોગ પણ આવી જ રીતે લગાવવામાં આવે છે, જે રીતે ગરમીમાં ખાય શકાય.

રાતાનાડાના કૃષ્ણ મંદિરના પૂજારી ભગવાન કૃષ્ણને ભીષણ ગરમીથી બચાવવા માટે સેવા કરી રહ્યા છે. તેમણે મંદિરમાં કૂલર લગાવ્યા છે. તેની સાથે જ ઠંડાઈનો ભોગ લગાવી રહ્યા છે, તો વળી થોડી થોડી વારે શરબત પણ પિવડાવવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી કે તરબૂચ અને શક્કરટેટીનો પણ ભોગ લગાવી રહ્યા છે. જેથી ભગવાનને ઠંડક મળે.

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જોધપુરમાં પારો હજુ પણ ૪૫ ડિગ્રીથી ઉપર જશે. એટલા માટે ભગવાનને ગરમીથી બચાવવા માટે તમામ ઉપાય થઈ રહ્યા છે. ત્યાં સુધી કે જે ભક્ત ભગવાના દર્શન કરવા આવી રહ્યા છે, તેઓ પણ ગરમીમાં ખવાતા ભોજન અને પેયપદાર્થો આપી રહ્યા છે. જેથી મારવાડની આ ભીષણ ગરમીથી ભગવાનને કષ્ટ ન થાય. આ ઉપરાંત ભગવાનના મંદિરમાં પૂજા પાઠની દિનચર્યામાં પણ બદલાવ કર્યો છે. ગ્રીષ્મ ૠતુ અનુસાર, ભગવાનના શયનનો સમય નક્કી કર્યો છે. જ્યાં સુધી વાત હવામાનન કરીએ તો, થોડા દિવસ પહેલા પશ્ર્ચિમી વિક્ષોભના કારણે વાદળો છવાયેલા હતા. પણ છેલ્લા ચાર પાંચ દિવસથી આકરી ગરમી શરુ થઈ ગઈ છે અને પારો પણ છલાંગ લગાવી રહ્યો છે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે, પારો હજુ પણ વધશે.