ભીલ સમુદાયમાં લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત થાળા ગામે યોજાયેલી મિટિંગમાં ગોધરા રેન્જના DIG રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું

દાહોદ, બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા ભીલ સમુદાય લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે તારીખ 16 ડિસેમ્બર, 2023 ના રોજ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લામાં આદિવાસી વસ્તી ધરાવતા દરેક ગામોમાં ફરનાર આ રથ આજ રોજ સંજેલી તાલુકાના થાળા ગામે આવી પહોંચ્યો હતો. થાળા ગામે યોજાયેલી જાગૃતિ મીટિંગમાં ગોધરા રેન્જના DIG રાજેન્દ્ર અસારી (IPS) અને ઝાલોદ DYSP ડી.આર.પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. સમાજના શિક્ષિત અને સક્ષમ લોકોને ઉદાહરણરૂપ આચરણ કરવા જણાવ્યું હતું. ગરીબ લોકોને દેખા દેખીમાં આંધળો ખર્ચો ન કરવા જણાવ્યું હતું. લગ્ન બંધારણનો અમલ કરવા માટે જણાવ્યું હતું. બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતુ.

રથના સારથી પ્રવીણભાઈ પારગીએ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું અને લગ્ન બંધારણ અંગે સમજૂતી આપી હતી. ગ્રામજનોએ રથ અને મહાનુભવોનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે અગ્રણીઓ એસ.ટી. રાવત, આર.ડી.ડામોર, કે.કે.રાવત, રમેશભાઈ સેલોત, તાલુકા પંચાયતના સભ્ય ભુરસિંગભાઈ તાવીયાડ, સરપંચ પંકજભાઈ બારીયા, ચંદુભાઈ તાવીયાડ, રમેશભાઈ બારીયા, એડવોકેટ વિરસિંગભાઈ બારીયા, રામુભાઇ ભગોરા, રામુભાઇ ચારેલ, સોમસિંહ બેડ, પ્રભાતસિંહ રાવત, અમરસિંહ બારીયા, રામદેવપીર મંદિરના મહંત સબુરદાસ મહારાજ, પ્રકાશભાઈ ભેદી, રૂપસિંહભાઇ તાવીયાડ, અસુમલ બેડ, શરદકુમાર ડીંડોર વગેરે આ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.