ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યુ

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં તારીખ 21 થી 28 ઓગસ્ટ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ગરબાડા તાલુકાનાં મોટાભાગના ખેડૂતો નેમકાઇ,તુવેર,અડદ જેવા પાકનું ભારે નુકશાન થવા પામેલ છે.

આ વિસ્તારમાં ખેડૂતો પાસે ઓછી જમીન હોઈ પાક નુકશાનીના કારણે વર્ષ દરમિયાન ભોજન પૂરતું પણ અનાજ મળી રહે તેમ નથી. જેને લઈને તાલુકાનાં દરેક ગામમાં આ બાબતનો સર્વે કરાવડાવી તમામ ખેડૂતોને થયેલ પાક નુકશાનનું વળતર ચૂકવવામાં આવે તે માટે ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.