
પાલનપુર,
ભીલડી રેલવે સ્ટેશનથી પાકિસ્તાની યુવક ઝડપાયો છે. પાકિસ્તાનથી વિઝા પાસપોર્ટ લઈને રાજસ્થાન આવેલો યુવક શરતભંગ કરી યુવતી સાથે ભીલડી સ્ટેશન આવ્યો હતો. પાકિસ્તાનના સિંધપ્રદેશ રાજ્યના બદીન જિલ્લાના ટડો બાગોના પ્રભુરામ દેસાઈ લોન્ગ ટાઈમ વિઝા લઈને રાજસ્થાનના ઝાલોરના ભીંનમાલના રબારીઓકી ઢાણી ગામે આવ્યો હતો.
જોકે રાજસ્થાનના અધિકારીઓની પરવાનગી લીધા વગર વિઝાનો શરતભંગ કરી યુવક કચ્છની યુવતી સાથે ભીલડી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ભીલડી આઉટપોસ્ટ રેલવે પોલીસના અધિકારીઓએ યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.