
તાજેતરમા આવેલા આશના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી. વડોદરામાં હજી પૂરના પાણી ઓસર્યા નથી. તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ તો વેર્યો, જ સાથે ૩૨ ના ભોગ લીધા. આશના વાવાઝોડાથી હવે કળ વળી નથી, ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે, જે પશ્ર્ચિમ અને ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરિસ્સાના ડિપ્રેશનની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. ફરી એકવાર રાજ્યમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
શનિવારે, બંગાળની ખાડીમાં એક સારી રીતે લો-પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં પરિવતત થયો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ સિસ્ટમ મયરાત્રિની આસપાસ, વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર, કલિંગપટ્ટનમ નજીક, ઉત્તર આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠાને પાર કરે તેવી અપેક્ષા છે. લો-પ્રેશર સિસ્ટમ, જે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠે સ્થિત હતી, તે પશ્ર્ચિમ-ઉત્તરપશ્ર્ચિમ તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં મજબૂત થઈ છે.
આશના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે. આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાઈ રહી છે. જેને કારણે ફરી એકવાર વડોદરા પાણીમાં ડૂબશે.આગાહી અનુસાર, આવતીકાલ ૩ સપ્ટેમ્બર બપોરે ૨ વાગ્યાથી ૪ સપ્ટેમ્બર સવારે ૬ વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચવાશે. ત્યારે આ કલાકો દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે. આ કલાકોમાં વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ત્યારે ફરી એકવાર વડોદરા ડૂબવાના એંધાણ છે. જો ફરીવાર વડોદરા ડૂબશે તો વડોદરાવાસીઓ રાડ પાડી જશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં ૩ તારીખના રોજ સવારના ૬ કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે. ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન ૯ વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. સુરતથી આ ડિપ્રેશન આગળ વડોદરા પર જશે, જ્યાં વડોદરામાં ૨૪ કલાક માથા પર મંડરાયેલું રહેશે. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે. ત્યાં સુધી તો બધુ રમણભમણ થઈ જશે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ ૨૦ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશા ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મય પ્રદેશ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ, મણિપુર, અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, અને મેઘાલય સામેલ છે.
રાજ્ય હવામાન ખાતાએ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ૫ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને છોટા ઉદેપુર અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.