ભાવનગર,ભાવનગર જિલ્લાના ખોખરા ગામે રહેતા રહેતા યુવકને લોન મળશે તેવું કહી જુદા જુદા રાજ્યમાં ત્રણ બેક્ધમાં ખાતા ખોલાવી, બારોબાર બોગસ જી.એસ.ટી. પેઢી ખોલાવી પાંચ શખ્સોએ ત્રણેક જેટલા યુવકોના ખાતામાં આવેલા કરોડો રૂપીયા બારોબાર ઉઠાવી લઇ છેતરપિંડી આચર્યાની પાંચ શખ્સો વિરૂદ્ધ યુવકે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં રૂપીયાની જરૂર પડતાં તેના ગામના મિત્ર કિશોર મગનભાઇ, ખસીયાને લોનની જરૂર હોવાની વાત કરતા કિશોરે તેના મળતીયા બાબુ ચુડાસમા (રહે. માલણકાવાળા)ને વાત કરતા બંન્ને શખ્સોએ અરવિંદભાઇને મુંબઇના પનવેલ, રાજસ્થાનના જોધપુર તેમજ ચેન્નઇ લઇ જઇ, અભય, અરવિંદભાઇનો ફાયદો ઉઠાવી, મુખ્ય સુત્રધાર મુકેશ ઉર્ફે, અનીલ ઉર્ફે ટાઇગર અગ્રવાલ, રમેશ ઉર્ફે સુનીલ અગ્રવાલ, રમેશ અગ્રવાલના ડ્રાઇવર રાહુલએ મેળાપીપણું કરી, અરવિંદભાઇના ત્રણ રાજ્યમાં જુદા જુદા બેક્ધમાં ખાતા ખોલાવી, આધાર કાર્ડ, પાનકાર્ડના આધારે સિમકાર્ડ મેળવી તે સીમકાર્ડથી બોગસ જી.એસ.ટી. નંબર મેળવી ખોટી પેઢી ખોલી હતી. જે બાદ અરવિંદભાઇના ખાતામાં લોન ન આવતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પાંચેય શખ્સોએ અરજી પાછી ખેંચી લેવા સહિતની ધમકી આપતા અરવિંદભાઇએ પાંચેય શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી કર્યાની વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાંચેય શખ્સોએ ૧૭૦ કરોડથી ઉપરની રકમની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું અને હજું પણ કેટલાંક શકમંદોના નામ ખુલે તેવી તપાસમાં શક્યતા રહેલી છે. ઉપરાંત અરવિંદભાઇની સાથે ગયેલા હાદક ભીમજીભાઇ વાઘેલા તેમજ પ્રકાશભાઇ પરમાર સાથે પણ છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું હતું. બેક્ધમાં ખાતું ખોલાવવાના ત્રણેય યુવકોને દસ-દસ હજાર ચુકવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.