ભાવનગર, જેસરમાં પત્નીએ ઘરકંકાસમાં પતિની હત્યા કરી. દસ દિવસ પહેલા જ આ યુગલના ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન થયાના થોડા જ દિવસમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો. આ ઝગડાનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું. ઘરકંકાસમાં પત્નીએ પતિની બોથડ પદાર્થ મારી હત્યા કરી. પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેસરમાં હજુ હાલમાં જ નવદંપતી બનેલ એક યુગલના લગ્નનો સુખદ પ્રસંગ થોડા જ દિવસોમાં દુ:ખદ ઘટનામાં પરિણમ્યો. આ ઘટનાની વિગત મુજબ જૂનાપાદર ગામમાં ૧૦ દિવસ પહેલા જ વજુભાઈ ગોહિલ અને દિપીકા વસાવાના લગ્ન થયા હતા. નવદંપતીમાં કોઈ બાબતને લઈને ઝગડો થયો. ઝગડો વધુ વધતા પત્નીનો ગુસ્સો વયો અને આક્રોશમાં આવી પતિ વજુભાઈ ગોહિલને બોથડ પદાર્થનો માર્યો. આ હુમલો પતિ વજુભાઈ માટે વધુ ઘાતક બન્યો અને મૃત્યુ પામ્યા. પત્ની દિપીકા વસાવા વજુભાઈ ગોહિલની હત્યા કરી ફરાર થયેલ છે.
આ ઘટનાને લઈને કહેવાય છે કે પતિ અને પત્ની વચ્ચે ઉંમર તફાવત વધુ હતો. જેને લઈને બંને વચ્ચે પહેલા દલીલો થઈ અને બાદમાં આ દલીલોએ ઝગડાનું ઉગ્ર સ્વરૂપ લીધું. પતિની તસવીર જોતા જ લાગે છે કે પત્ની કરતા પતિ વજુભાઈની ઉંમર વધુ હશે. તેમજ સંભવત તે નશો કરતો હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે. અને આ બધા કારણોસર નવદંપતીએ વચ્ચે દલીલો થઈ હોઈ શકે. દરમ્યાન પત્ની વધુ ઉગ્ર બનતા પતિ પર બોથડ પદાર્થ ફટકાર્યો અને તુરંત જ વજુભાઈ નામની વ્યક્તિ મૃત્યુ પામી. પત્ની દિપીકા વસાવાને કદાચ અંદાજ પણ નહિ હોય કે તેમનો ઉગ્ર ઝગડો આવું સ્વરૂપ લઈ શકે છે. આથી આ ઘટનાના તુરંત બાદ દિપીકા ફરાર થઈ ગઈ. વજુભાઈ ગોહિલની હત્યા બદલ પત્ની દિપીકા વસાવા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પત્ની દિપીકા વસાવાને આકાશ-પાતાળ એક કરી રહી છે.
પતિ-પત્નીના સંબંધો પવિત્ર માનવામાં આવે છે. અગાઉના સમયમાં પત્ની પર અત્યારો થતા હતા. પરંતુ હાલના સમયમાં પતિઓ ભોગ બનતા હોવાનું સામે આવી રહ્યું છે. જેસરની નવપરિણીત દિપીકાને શોધવા પોલીસે સઘન કામીગીરી હાથ ધરી છે.