ભાવનગરમાં ધોળા દિવસે છરી વડે યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ધોધા સર્કલ નજીક મનીષ સોલંકી નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બે ઇસમોએ છરી વડે તેના પર હુમલો કર્યો હતો. તેના પગલે તેને તીક્ષ્ણ ઇજા થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ ધરી છે. યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં કુટુંબે મૃતદેહ સ્વીકારવાનો ઇક્ધાર કર્યો છે. તેઓએ સીસીટીવી કેમેરાની મદદ તઈને તાત્કાલિક આરોપીને પકડાય તેવી માંગ કરી છે. હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો એકત્રિત થયા છે. પોલીસને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તેમણે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.