ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

ભાવનગર, ભાવનગર શહેરમાં રહેતા અને તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ૪૩ વર્ષીય અશોકભાઈ જમોડે ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર ખાતે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિવારજનોએ રૂમનો દરવાજો ખોલી લટકી રહેલા અશોકભાઈ જમોડને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે સર ટી. સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. ઘરકંકાસને કારણે અશોકભાઈએ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘોઘા રોડ પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.