ભાવનગરના ચમારડી ગામે રૂ.૪.૫૦ લાખ રોકડા તથા ૨૦ તોલા ઘરેણાની નાની ચોરી

ભાવનગર, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૪.૫૦ લાખની રોકડ રકમ તથા ૨૦ તોલા સોનાના ઘરેણા ની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

ચોરીના બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલભીપુર તાલુકાના ચમારડી ગામે રહેતા હરદીપસિંહ તનુભા ગોહિલ તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટ ની તિજોરી તોડી તિજોરીમાંથી રૂ.૪.૫૦ લાખ રોકડા તથા ૨૦ તોલા સોનાના ઘરેણા ચોરી કરી નાસી છૂટીયા હતા.આ બનાવવાની જાણ થતા જ વલભીપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો. આ બનાવ અંગે વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.