ભાવનગર શહેર અને જિલ્લો જીએસટી કૌભાંડમાં મોખરે બન્યો છે. અગાઉ ભાવનગર શહેર અને જિલ્લામાં જીએસટી બોગસ ફાઈલનું મસમોટું કૌભાંડ થવા પામ્યું હતું. ત્યારે હવે જીએસટી વિભાગ દ્વારા કરચોરીને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ છે. ભાવનગરમાં ગઈકાલથી જ છ જગ્યાએ અમદાવાદ અને રાજકોટની જી.એસ.ટી ટીમ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ત્યારે મળતી માહિતી અનુસાર ભાવનગરના સિહોરમાં આવેલ કંસારા બજારમાં પાંચ પેઢીમાં જીએસટી વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગને મોટા પ્રમાણમાં બોગસ બીલિંગથી કરચોરી કરી હોય તેવી શંકા છે. જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બે દિવસથી તપાસ શરૂ છે અને હજી પણ જીએસટી વિભાગ દ્વારા તપાસને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે કંસારા બજારમાં પણ જીએસટી વિભાગના દરોડાને લઈને કર્ફ્યુ જોવા માહોલ જોવા મળ્યો છે.
ગઈકાલે જીએસટી વિભાગના દરોડાને લઈને કંસારા બજાર ટપોટપ બંધ થઈ ગઈ હતી. ત્યારે આજે પણ સવારે કંસારા બજાર બંધ રહેતા બે દિવસ કંસારા બજાર માં કરફ્યુ યથાવત રહીયું હતું. તેમજ ભાવનગરના ગોળ બજારમાં પણ એક પેઢી માં જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જીએસટી વિભાગ દ્વારા તપાસ પૂર્ણ થતા કેટલાનું કોમ્ભાંડ આચારવામાં આવ્યો છે અથવા તો તપાસની અંદર શું બહાર આવશે તે જોવાનું રહ્યું.