ભાવનગરની એસઓજી પોલીસે ગેસના બાટલા માંથી ગેસ ઓછો કરી ત્રણમાંથી પાંચ સિલિન્ડર ભરવાના કૌભાંડને ઝડપી લઇ ચાર શખ્સોને ઝડપી લીધા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના સ્ટાફે મળેલ બાતમી ના આધારે ભાવનગર ચીત્રા-સીદસદર રોડ, બજરંગબાલક સોસાયટીની પાસે જગાભાઇ વાડીના ખુલ્લા પ્લોટમાં રાંધણ ગેસ ગ્રાહકોને વેચાણ કરવા જતા રસ્તે જગાભાઇની વાડીમાં સીલીન્ડરઓનું કંટીગ કરી સંગ્રહ કરેલ જે ઇન્ડેન, ભારત, એચ.પી.
કંપનીના સીલીન્ડર કુલ ૬૨ કિ.રૂા.૧,૦૦,૮૦૦/- તથા ભુંગળી બે કિ.રૂા.૧૦૦/- તથા વજન કાંટો કિં.રૂા.૧૦૦૦/- તથા બે રીક્ષાઓ કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના સીલ સહિત કુલ કિ.રૂા.૨,૦૧,૯૦૦/- સાથે ચાર શખ્સોને ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પોલીસે ઝડપી લીધેલ શખ્સોમાં એઝાદ રફીકભાઇ કુરેશી ઉ.વ.૨૫ રહે.વડવા નેરા થોભણ મહેતાની શેરી, ભાવનગર,સોયબ સલીમભાઇ શેખ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે. મોતીતળાવ શેરી નં.ર કુંભારવાડા ભાવનગર, સાઝીદ મુસાભાઇ ચૌહાણ ઉ.વ.૪૬ ધંધો રીક્ષા ડ્રાઇવીગ રહે. ખાટકીવાડ, ભીલવાડા સર્કલ,ભાવનગર, જાહીદ બચુભાઇ રાઠોડ ઉ.વ.૫૧ ધંધો મજુરી રહે.પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક, ભાવનગર નો સમાવેશ થાય છે.
બરોડાની આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા, પો.સ. ઇ .સી.એચ.મકવાણા તથા એ.એસ.આઇ. ગુલમહમદભાઇ આદમભાઇ કોઠારીયા, હેડ કોન્સ. જયવીરસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહિલ, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. એ.વી.ગોહિલ તથા હેડ કોન્સ. બી.કે.આહિર તથા પો.કોન્સ. એઝાદખાન પઠાણ, બ્રીજરાજસિંહ ગોહિલ જોડાયા હતા.