ભાવનગર મનપાએ ઘરવેરાની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરી

  • ૩૬૦૦ સરકારી કચેરીના ૮૯ કરોડ મિલક્ત વેરા વસુલાત બાકી.

ભાવનગર,

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઘરવેરાની ઉઘરાણી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોના ઘરે ઢોલ વગાડી ઘરવેરાની ઉઘરાણી માટે પહોંચી જતી મહાનગરપાલિકા સરકારી કચેરીઓ સામે વામણી પૂરવાર થઈ છે.સરકારી કચેરીના ૮૯ કરોડના બાકી વેરા માટે ઉઘરાણી થતી નથી, તેથી આ ઉઘરાણી કરવા હવે લોકોને મહાનગરપાલિકાની કચેરી એ જઈ ઢોલ વગાડવો પડશે કે કેમ? તેવો પ્રશ્ર્ન લોકોમાં પૂછાઇ રહ્યો છે. શા માટે મહાનગરપાલિકા આ સરકારી મિલક્તો અને સરકારી કચેરીઓની બાકી રહેતા વેરામાં ઉઘરાણી કરતા આટલો બધો ખચવાટ અનુભવે છે. અનેકવાર નોટિસો અને કાગળ લખ્યા હોવા છતાં શા માટે વેરો ભરાતો નથી. જેવા સવાલ ઉઠી રહ્યાં છે.

ભાવનગરની ૩૬૦૦ સરકારી કચેરીઓના ૮૯ કરોડ મિલક્ત વેરાના બાકી છે. ઓછામાં પુરૂ જવાહર મેદાનના બાકી ૫૬ કરોડનો વેરો ભરપાઈ કરવા સંરક્ષણ વિભાગે હાથ ઊંચા કરી દીધા છે.નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મિલક્ત વેરા વસુલાતની માસ જપ્તી ઝુંબેશ ચાલી રહી છે. હજારોનો વેરો બાકી હોય તેમની સામે કડકાઈ પરંતુ કરોડોનો વેરો બાકી છે તેની સામે કેમ મૌન છે. જેને લઇને વિપક્ષે સવાલ કર્યા કે, નાના વ્યક્તિને હેરાન કરાય છે. પરંતુ ઉદ્યોગપતિ અને સરકારી કચેરીઓ સામે તેઓ કડકાઈ નથી દાખવતા.

જામનગરના વિકાસ માટે મનપા માટે મિલક્ત વેરો મહત્વનો છે. તિજોરીમાં પૈસા જ ન હોય તો કામકાજ કેવી રીતે કરવા, તે સવાલ થયા છે એટલે જ ટેક્સ લોકો ભરે તે માટે અલગ અલગ સ્કીમ મુકવામાં આવતી હોય છે. પરંતુ સરકારી કચેરીઓ જ સરકારની વેરા વસૂલાતની ઝુંબેશને કાને ધરતી નથી.

મહાનગર પાલિકા દ્વારા કેટલાક પ્રયાસો તો થાય છે પરંતુ તે પ્રયાસો સફળ થયા નથી. એટલે હજુ પણ ૩૩૧ કરોડની વસુલાત બાકી છે. જેની વસુલાત માટે ૩૧ માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલી કરી છે. જેથી મિલક્તધારકો વેરા પર વ્યાજની રાહત મેળવીને મુળ બાકી રહેતી રકમ ભરે તેથી મનપાની રીકવરી થઈ શકે.

મહાનગર પાલિકા દ્રારા ૪ હજાર ૨૩૧ મિલક્ત ધારકોને વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૮૧૦ મિલક્તધારકોએ મિલક્ત વેરાની ભરપાઈ કરી છે. તો બાકી ૨૪૨૧ મિલક્તધારકોને નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારી વિભાગ પાસેથી અંદાજીત ૧૮ લાખની વસુલાત બાકી છે. જેમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ પાસેથી વસુલાત માટે એમઓયુની પ્રક્રિયા ચાલુ છે.