ભાવનગરના ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા બે યુવાનોને વીજ શોક લાગ્યો હતો. પતંગ લૂંટતા બે યુવાનોએ લોખંડનો સળિયો ઊંચો કરતા 11 KV વીજ લાઇનને અડી ગયો હતો. 11 KV લાઇનને સળિયો અડકી જતા બંને યુવાનોને વીજ શોક લાગ્યો હતો. બંને યુવાનોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં એક ની હાલત ગંભીર હોવાની માહિતી.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ઉત્તરાયણ દરમિયાન અકસ્માતોની ત્રણ ઘટના સામે આવી છે. પહેલી ઘટનામાં 40 વર્ષના સંતોષ સીતારામ યાદવને ગળાના ભાગે ચાઈનિઝ દોરી વાગી હતી. બીજી ઘટનામાં નવાગઢના નેશનલ હાઈવે પર 8 વર્ષનું બાળક પતંગ લૂંટવા જઈ રહ્યું હતું ત્યારે અચાનક કારની અડફેટે ચઢી ગયું હતું. આલોક મોતીલાલ બિંદ જામનગર પાર્સિંગની કારની અડફેટે ચઢી ગયા બાદ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રીજી ઘટનામાં નાગેશ્વર રાઠોડ તેમના 6 વર્ષના દીકરા સાથે બાઈક પર જઈ રહ્યા હતા, દરમિયાન બાળકનો કાન કપાવાની ઘટના બની હતી.
ઉત્તરાયણ પર બનેલા અન્ય બનાવો:
- સુરતના પાંડેસરા મિલન પોઈન્ટ પર બાઈકચાલકને વાગી દોરી….51 વર્ષના કૃષ્ણ મોહન નામના શખ્સને ગળાના ભાગે દોરી વાગી. સિવિલ હોસ્પિટલમાં પણ તેમને સારવાર આપવામાં આવી..
- મહીસાગરમાં ચાઈનીઝ દોરીના કારણે બાળકનું મોત…ખારોલ ગામ એક બાળકનું ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાવાથી મોત…બોરડી પંથકમાં તહેવાર શોકમાં ફેરવાયો. મહીસાગરમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ…ચાઈનીઝ દોરીથી બાળકનું ગળું કપાતા મોત…બાળકના મોતથી તહેવાર શોકમાં ફેરવાયો.
- રાજકોટના જેતપુરમાં ચાઈનીઝ દોરી બની ઘાતક…ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયાની બે ઘટના સામે આવી…નવાગઢ મેઈન રોડ પર બાઈક ચાલકને ગળાના ભાગે ઈજા થઈ….ચાઈનીઝ દોરીથી 2 બાળકોને પગના ભાગે ઈજા પહોંચી.