
ભાવનગર : ભાવનગર જિલ્લાનાં ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપુર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. પરિવારનાં ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો પાણીમાં વચોવચ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા.

આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચોવચ ફસાયા હતા.જો કે પરિવારનાં ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા.ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા.