ભાવનગરમાં માળખાગત સુવિધાનું મંથરગતિએ કામ થતુ હોવાનું કોંગ્રેસ નેતાઓનો આરોપ

ભાવનગર, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ પર મંથરગતિએ કામ કરવાનો સ્થાનિક કોંગ્રેસ નેતાઓ આરોપ લગાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આંતર માળખાગત સુવિધા માટે કુલ રૂપિયા ૨૭૦ કરોડ જેટલી ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ ૧૩૨ જેટલા વિકાસલક્ષી કામો મંજૂર પણ થઇ ગયા છે.

વર્તમાન સમયમાં માત્ર ૨૩ કામ પૂર્ણ થયા છે. અન્ય ૧૦૯ કામ શરૂ તો થઇ ગયા છે પણ તેમાં ૮૨ ટકા જેટલી કામગીરી થવાની બાકી છે.એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદાર પૂર્ણ થયેલા કામ જણાવી રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસ નેતા અધુરા કામ વિશે સવાલ પુછીને પૂર્ણ થયેલા કામમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આક્ષેપ લગાવી રહ્યા છે.