ભાવનગર : ભાવનગરનાં મહુવામાં ઉશ્કેરાયેલા જમાઈએ સસરા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ પતિ-પત્નિ બંને વડાળ ગામથી મહુવા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન છકરડા રોડ પર બાઈક લઈને આવેલ સસરા સનાભાઈ દાઠીયાની જમાઈ તુલસી ચૌહાણે પાઈપ તેમજ છરીનાં ઘી ઝીંકી હત્યા કરી દીધી હતી.
જે બાદ સનાભાઈ દાઠીયાને તાત્કાલિક સરવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી જમાઈને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે.
રાજુલાનાં કુંભારીયા ગામે રહેતા સનાભાઈ દાઠીયાની દીકરીનાં લગ્ન તુલસી ખીમાભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નનાં થોડા સમય બાદ તુલસીભાઈની પત્નિ રિસાઈને ઘરે ચાલી ગઈ હતી. જેને લાંબો સમય વીતવા છતાં પણ દીકરીને પાછી સાસરે ન મોકલતા આ કારણને લઈ જમાઈ સસરાની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે.