ભાવનગરમાં હનુમાન ચાલીસા વગાડનાર વ્યક્તિ પર હુમલો કરવાની ઘટનામાં પોલીસે ૩ વ્યક્તિની ધરપકડ

ભાવનગર, ભાવનગરના કુંભારવાડામાં હનુમાન ચાલીસા વગાડવા બાબતે માર મારવાના ટેલરના આક્ષેપ બાદ. હવે એસપીનું નિવેદન સામે આવ્યું છે. એસપીના જણાવ્યા પ્રમાણે, અગાઉ દુકાન પર છાણ નાંખવા બાબતે ટેલરે પોલીસમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને ૩ શખ્સોએ ટેલરની દુકાનમાં ઘૂસીને હુમલો કર્યો. જે બાદ પોલીસે સાકેત માંકડ, મુન્નાભાઇ સહિત એક સગીર સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે, ટેલર પર થયેલા હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં ઘાતક હથિયાર વડે ટેલરને માર મારવામાં આવ્યો હતો.

બીજી તરફ ટેલર રાજેન્દ્ર ચૌહાણે આક્ષેપ કર્યા કે હકીક્તમાં જે ઘટનાક્રમ બન્યો છે. પોલીસે તે મુજબની ફરિયાદ ન લખીને વિપરિત ફરિયાદ નોંધી. ઉલ્લેખનીય છે ભોગ બનનાર ટેલર વિશ્ર્વ હિન્દૂ પરિષદ સાથે જોડાયેલો છે. ત્યારે હુમલાના આ બનાવને લઇ હિન્દુ સંગઠન પણ મેદાનમાં આવ્યુ છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા ડીવાયએસપીને રજૂઆત કરી છે.