ભાવનગરમાં એક સાથે ૧૦૦ થી વધુ કાચબાના મોત, સ્થાનીકોમાં રોષ

ભાવનગર, ભાવનગરના કુંભારવાડામાં ૧૦૦થી વધારે કાચબાના રહસ્યમય રીતે મોતની ઘટના સામે આવી છે.આ વિસ્તારમાં બે થી ત્રણ જગ્યાએ મોટી સંખ્યામાં કાચબા વસવાટ કરે છે.ખાતરવાડી માં ખુલ્લા પ્લોટમાં સવારે ૧૦૦તી વધારે કાચબા મૃત હાલતમાં જોવા મળ્યા હતા.જેને પગલે વનવિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.ઘટનાને પગલે કર્યવાહી કરી તમામ મૃત કાચબાના રિપોર્ટ ને હ્લજીન્ માં મોકલવામાં આવ્યા છે જોકે હ્લજીન્ ના રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ભાવનગરના કુંભારવાડામાં આવેલા ખાતરવાડીમાં બે મકાનની વચ્ચે કેઝમેન્ટ એરીયા આવેલો છે. જેમાં અંદાજે અસંખ્ય કાચબાઓ વસવાટ કરતા હતા પરંતુ ગત રાત્રી બાદ સવારમાં જ કાચબાઓ મૃત હાલતમાં પાણીમાં તરતા જોવા મળ્યા. જેને પગલે આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકો કાચબાને રોટલી નાખે છે. કાલે પણ રોટલી નાખવામાં આવી હતી અને આ ઘટના બનવા પામી હતી. હાલ વન વિભાગની ટીમ તપાસ કરી રહી છે.

હાલ તો કાચબાના શવને સ્થાનિક લોકો દ્વારા બહાર કઢાઈ તેટલા કાઢવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોને દર છે કે આટલી મોટી સંખ્યામાં કાચબાના મોત અને તેના શવ પાણીમાં રહેવાથી એક બે દિવસમાં દુર્ગંધ વધી જશે અને રોગચાળો ફેલાવાનો ભય જરૂર ઉભો થશે.