ભાવનગર, ભાવનગર શહેરના પીરછલાં બજારમાં આવેલ આઈસ્ક્રિમ પાર્લરમાંથી આઈસ્ક્રિમ ખરીદી કરનાર ગ્રાહકના આઈસ્ક્રિમમાં રબર નીકળ્યાની ફરિયાદ સામે આવી હતી. આ ફરિયાદ મળતા જ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ જોવા મળી હતી. આ ફરિયાદને ધ્યાનમાં લઈ હાલ આરોગ્ય વિભાગે પાર્લરમાં તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં રહેતા શ્યામજીભાઈ પરમાર નામના શખ્સે પીરછલાંમાં આવેલ સુપર આઈસ્ક્રિમ પાર્લરમાંથી કેશર બદામ આઈસ્ક્રિમની ખરીદી કરી હતી. જે ઘરે જઈને ખાવા સમયે આઈસ્ક્રિમમાંથી રબર રિંગ નીકળી હોય તેવી ફરિયાદ આરોગ્ય અધિકારી ડો સિન્હાને કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા.
વિદ્યાનગર વિસ્તરમાં રહેતા શ્યામજીભાઈની ફરિયાદને લઈને ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય અધિકારી ડો આર.કે. સિન્હાના માર્ગદર્શનથી ફૂડ સેફટી અધિકારી દેવાંગ જોષીને તાત્કાલિક નમૂના લેવા માટે સૂચન કરેલ. જ્યારે પ્રથમ સુપર આઈસ્ક્રિમની ફેકટરી વિઝીટ લેવામાં આવી હતી. જ્યાં આઈસ્ક્રિમ સ્ટોક નહિ મળતા આઈસ્ક્રિમ પાર્લર પર ચેકીંગ કરી હતી. કેશર બદામના સેમ્પલ લેવામાં આવેલ અને બરોડા ખાતે મોકવાની પ્રોસેસ કરવામાં આવી હતી.
ભાવનગરની વર્ષો જૂની નામાંક્તિ સુપર આઈસ્ક્રિમની પ્રોડક્ટમાંથી રબર રિંગના આક્ષેપને ઇનકાર કરતા આસિફ કાઠીવાળાએ જણાવ્યું હતું કે ગ્રાહક દ્વારા રવિવારે કેશર બદામ આઈસ્ક્રિમ ખરીદવામાં આવેલ. જેમાં ગ્રાહક દ્વારા રબર નીકળ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય બોક્ષ જોતા તેમાં રબર રિંગ નહિ પરંતુ પપૈયાનો મોરબ્બો છે જેનો ઉપયોગ અન્ય આઈસ્ક્રિમ ની પ્રોડક્ટમાં થઈ છે. આ એક ખાદ્ય પદાર્થ છે જે માટે ગ્રાહકને સાથે રાખી પ્રાઇવેટ લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યાર બાદ સુપર આઈસ્ક્રિમના ઓનર દ્વારા કાનૂકી કર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી.