
ભાવનગર, રાજ્યમાં અવારનવાર પ્રતિબંધિત નશાકારક પદાર્થો મળી આવતા હોય છે. પરંતુ દારુબંધી જાણે કાગળ પર જ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. તો આ તરફ આજે ભાવનગરમાં બે કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સીદસરથી વરતેજ જવાના રોડ પર એનસીસીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરાયો હતો.
પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા ઉપર જેસીબી અને રોલર ચલાવવામાં આવ્યું હતું. દારૂની કિંમત આશરે બે કરોડથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે. ચેકિંગ અને રેડ દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભારતીય બનાવટી દારૂ પકડયો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. તો પ્રશ્ર્નએ થાય છે કે રાજ્યમાં દારુબંધી છે છતા પણ આટલો દારુ ક્યાંથી રાજ્યમાં આવી રહ્યો છે.