આજે અષાઢી બીજના દિવસે દેશભરમાં વિવિધ સ્થળો પર જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં અમદાવાદ સિવાય પણ વિવિધ જગ્યાઓએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર, અરવલ્લી, રાજકોટ, ડાકોર જેવા સ્થળોએ પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગરમાં રથયાત્રા પૂર્વે દર્શન કરવા સંતો મહંતો તેમજ ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અહીં ભાવનગરની ૩૯મી રથયાત્રાનું રાજવી પરિવાર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ ભાવનગરમાં ૧૭.૫ કિલોમીટર લાંબી રથયાત્રામાં ૧૦૦થી વધુ ટ્રક જોડાયા હતાં આ સાથે રથયાત્રામાં અશ્ર્વ અને ગજરાજ સાથે બેન્ડની સુરાવલી જોવા શહેરભરથી લોકો ઉમટ્યા હતાં. સુભાષ નગર ભગવાનેશ્ર્વર મંદિરથી શરૂ થયેલી રથયાત્રાથઈ આખું શહેર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન જગન્નાથજીના રથને સોળે શણગાર સજાવવામાં આવ્યો છે.
અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાનું આયોજન કરવામાં આવ્યું હતું રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી હતી રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાઈ હતી ભગવાન શામળીયાને પણ વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યા હતાં. અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા. મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઇ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા. રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાયો હતો
રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં રથયાત્રા નીકળી છે. આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી છે.આ ઉપરાંત પાટણ મહેસાણા સહિતના જીલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. સવારે સાડા દશ વાગ્યે બાલકનાથજી મંદિરથી રથયાત્રા નગરચર્યાએ નિકળી હતી. ૮ કિલોમીટર લાંબા રુટ પર નિકળનારી રથયાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભગવાનનું મામેરું ઓઘારી મંદિર ખાતે ભરવામાં આવ્યું હતુ. જેનું આયોજન હિંગળાજ ભજન મંડળ અને આનંદના ગરબા તરફથી કરવામાં આવ્યું હતુ.
આજે અષાઢી બીજ નિમિતે ડાકોરમાં ભગવાન જગન્નાથની ૨૫૨મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભગવાનનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા. ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. ત્યારે આશરે ૯ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નીકળી છે. રથયાત્રામાં ભજન મંડળીઓ, સેવાકિય સંસ્થાઓ જોડાયા.
અષાઢી બીજ નિમિતે પોરબંદરમાં યોજાઇ રામદેવજીની પાલખીયાત્રા. ખારવા સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ પણ જોડાયો હતો. રાજપૂત સમાજે માતાજીનો પ્રસાદ, ચુંદડી અને તલવાર ભેટ આપીને પાલખીયાત્રાને વધાવી. સાથે, પરંપરાગત રીતે ખારવા સમાજના પ્રમુખને સાફો બાંધીને ભાઇચારાને જાળવવા સંદેશો આપ્યો. મહત્વનું છે, ખારવા સમાજ ૭૫ વર્ષથી તેમના આરાય દેવ રામદેવજીની પાલખીયાત્રા યોજે છે. આ યાત્રા ખારવા પંચાયત મંદિરથી શહેરના વિવિધ માર્ગો પર ફરી.. સમાજની બહેનોએ પણ કુમકુમ તિલક કરીને ચોખાથી વધાવ્યા. આ દરમિયાન અનેક ફોલ્ટસ અને અખાડાના બાળકોએ વિવિધ કરતબ બતાવ્યા.