
ભાવનગર, ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોને વિઠ્ઠલવાડી વિસ્તારમાં પ્રવેશવા પર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી છે. જેના સાથે જ ભાજપના સામે ક્ષત્રિય સમાજ આક્રમક રૂપ જોવા મળી રહ્યો છે.
રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદન મામલે વિવિધ સ્થાનો પર પ્રવેશ બંધીથી લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. જેના વચ્ચે હવે ભાજપના આગેવાનોને જ વિસ્તારમાં ક્ષત્રિયોની પ્રવેશબંધી કરવામાં આવી છે.
ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ પંચનાથ મહાદેવના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મીટીંગ મળી છે. રૂપાલા એ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ક્ષત્રિય સમાજની સાથોસાથ અન્ય સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા છે.
ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના નિર્મળનગર,વિઠ્ઠલવાડી,નવજીવન સોસાયટી તેમજ બે માળિયા અને ત્રણ માળિયા સહિત અનેક વિસ્તારોમાં પોસ્ટરના લગાડવા તેમજ કોઈપણ ભાજપના આગેવાનોને પ્રવેશબંધી કરવામાં આવી છે. જેની અસર ભાજપ પર જોવા મળી રહશે.