ભાવનગર, ભાવનગરમાં પુત્રએ પિતાની હત્યા કરતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. શામપરા ગામમાં પુત્રએ પિતાને માર મારતા તેમનું મોત થયું હતું. પુત્ર અવારનવાર દારૂ પીને આવતો હતો. તેના પગલે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપતા પુત્રને ગુસ્સો આવ્યો હતો અને પિતાને માર મારતા તેમનું મોત થયું હતું.
ઘરમાં આ અગાઉ પણ પુત્રના દારૂ પીવાના પગલે ઝગડા થતાં જ હતા. પુત્ર યુવાન થયો હોવા છતાં કોઈ કામધંધો કરતો ન હતો અને દારૂ પીતો હતો. તેના પગલે પિતા તેને અવારનવાર ઠપકો આપતા રહેતા હતા. પિતાની હત્યા કરીને પુત્ર નાસી ગયો હતો, સ્થાનિક પોલીસે તરત જ પુત્ર સામે હત્યાનો ગુનો નોંયો છે અને આ માટે કુટુંબીઓ સહિત સ્થાનિકોએ સાક્ષી પણ આપી છે.
સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવાઈ છે. તેમણે આરોપીને ટૂંક સમયમાં જ પકડી લેવાશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.