ભાટપુર ના આર્મી જવાન નિવૃત થઇ વતન પરત ફરતા ગામલોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

  • 121 બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણે નિવૃત જવાનનું સ્વાગત કર્યું.

મહીસાગર જીલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં 24 વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઈ વતનમાં પરત ફરતા 121 વિધાનસભા ના ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આર્મી જવાને 20 વર્ષની વયે વર્ષ 2001 મા અહમદનગર મહારાષ્ટ્ર મા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા (કાંગો) સહીત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી 19 બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા ભાટપુરના અગ્રણીઓ તાલુકા પ્રતિનિિ, તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ જીલ્લા મહામંત્રી સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહી ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. ત્યારે પરિવારજનો માં ખુશીની લહેર જોવા મળી હતી.