દેશમાં કોવિડ ૧૯ ના કેસોની સંખ્યા ૫૨ લાખ ૧૨ હજારને પાર થઈ ગઈ છે. કોરોનાને મહાત આપનારાઓની સંખ્યા ૪૧ લાખને પાર થઈ ગઈ છે ત્યારે મૃત્યુ સંખ્યા ૮૪,૩૭૨ પર પહોંચી ગઈ છે.મતલબ કે અનલોક છૂટછાટોઆપ્યા બાદ સ્થિતિ વકરી રહી છે. દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૧૧. ૪૫ લાખને પાર કરી ગઇ છે જ્યારે મૃત્યુ સંખ્યા ૩૧,૨૬૮ છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ૧,૧૯,૧૩૪ થી આગળ વધી રહી છે અને મૃતાંક ૩,૨૭૭ પર પહોંચી ગયો છે. જ્યારે કે કોરોના રસી શોધાઈ નથી ત્યારે ૯૯ હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે. આવા સમયે મોદીજીના જન્મ દિવસની શુભેચ્છાઓ સામે હોશિયાર મિડીયા પર બેરોજગાર દિવસ તરીકે ઉજવવામાં સાથે કાળો દિવસ અને હમે ભાષણ નહી રોજગારી ચાહીયે ના હેશટેગ જોરજોરથી અભિનંદન સંખ્યા કરતાં વધુ વાયરલ થયું છે…. આ રીતે બેરોજગારોએ પોતાની વેદનાને વાચા આપી…. ત્યારે શિક્ષિત બેરોજગારોની ચર્ચા અનુસાર મા-બાપે પેટે પાટા બાંધી ભણાવ્યા અને સારી રીતે ઉત્તીર્ણ થયા ત્યારે નોકરી ક્યાં……? મળતી જ નથી….! જાહેરખબરો જોઇને અરજીઓ કરીએ તેમાં માગેલ જરૂરી સર્ટિફિકેટની ઝેરોક્સ વગેરે જોડીએ એટલે કે રૂપિયા ૫૦ /૧૦૦ નો ખર્ચ કરીએ… પરંતુ આખરે શું…..? સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છે…. પરંતુ યુવાનોને ભરતી કરવાની સરકારની દાનત નથી લાગતી……! તો કેન્દ્ર સરકાર જાહેર સાહસો વેચવા લાગી છે…. પછી યુવાઓના ભવિષ્યનું શુ….?ત્યારે હવે દેશભરમાં સરકારનુ શાન ઠેકાણે લાવવા ગ્રામ્ય સ્તરથી માંડીને લોકસભાની ચૂંટણીમાં હાર થવાની છે તેવું મન બનાવીને મોટી સંખ્યામા ઝંપલાવવું જોઈએ…. એક બેઠક પર ૧૦૦ થી ૧૫૦ યુવાનો ફોર્મ ભરે તો સરકાર ઈવીએમ એક ખૂણામાં જતું રહે અને જે તે રાજકીય પક્ષો અને સરકારની આંખો ખૂલશે…..!? નહીં તો…. યુવાઓનું ભવિષ્ય ધૂંધળું બનવા તરફ આગળ વધી રહૃાું છે……!!
દીલ્હીમાં રાજકીય ક્ષેત્રે ખેડૂતોના બીલો બાબતમા જોરદાર ચર્ચાઓ જામી પડી છે…. કારણ કે દેશમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી પડીને ખેડૂતોની બાબતોના ત્રણ બીલ આવી રહૃાા છે તેનો જોરદાર વિરોધ કરવા તથા ભૂખ હડતાલ કરતા સરકાર પણ વિચારતી થઈ ગઈ છે…..! અને આવા સમયે આ બિલના વિરોધમાં ભાજપાના સાથી પક્ષ અકાલીદળના કેન્દ્ર સરકારમાં પ્રોસેિંસગ ઉદ્યોગ મંત્રી હરસિમરત એ સરકારમાંથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. અકાલીદળના સાંસદૃોને ખેડૂતોના આ ત્રણ બીલોના વિરોધમાં મતદાન કરવા પક્ષ દ્વારા વ્હીપ આપી દેવાયા છે. ત્યારે ખેડૂતોના સંગઠનોએ દેખાવો કરવા ઉપરાંત ભૂખ હડતાળ પર બેસી ગયા છે…. જોકે ભાજપાના કેટલાક સાંસદો પણ આ બીલો પાછા ખેંચાય તેવું ઈચ્છી રહૃાા છે….! પરંતુ…. ગળે ઘંટ કોણ બાંધે….? ત્યારે વિરોધ પક્ષો સરકાર પર તૂટી પડે તેવી સ્થિતિ બની રહી છે …..જોઈએ હવે ખેડૂત બીલોમા શું થાય છે…..?