ભરૂચ,ભરૂચના વાગરમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એટીએમને તસ્કરોએ આખેઆખું ઉપાડી જઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને તસ્કરો બંધ મકાનને નિશાન બનાવે છે પરંતુ આજે એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં વાગરામાં આખે આખા એટીએમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એચ.ડી.એફ.સી.બેક્ધના એટીએમને તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા એ.ટી.એમ. પીસાદ ગામની સીમમાંથી મળી આવ્યું હતું. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં તપાસ કરતા એટીએમ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.જે અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .