ભરૂચ, ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ચોરી અને માલસામાનની હેરફેરની આડમાં ભંગાર ચોરીના ગુના વયા છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ ગુનાઓ સામે ડ્રાઇવ યોજી ૨૪ કલાકમાં શંકાસ્પદ ભંગારની હેરફેરના ૪ કેસ શોધી કાઢી લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ ગુનાઓ સામે ડ્રાઇવ યોજી ૨૪ કલાકમાં શંકાસ્પદ ભંગારની હેરફેરના ૪ કેસ શોધી કાઢી લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે શંકાસ્પદ ભંગારના ૪ કેસો શોધી કાઢી કુલ રૂપિયા ૧૪.૩૬ લાખનોનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓએ પોતાની ટીમોને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ શહેર, અંકલેશ્ર્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અલગ અલગ બાતમી આધારે શંકાસ્પદ સ્ક્રેપના ૪ કેસ શોધી કાઢ્યા છે.
ભરૂચ શહેર સી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પીકપ ટેમ્પો નંબર જીજે-૦૫- બીટી-૮૬૩૬ માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૬૯૦ કિલો જેની કિંમત ૨૪૧૫૦ તથા પીકપ ટેમ્પો નંબર જીજે-૦૫-બીચી-૮૬૩૬ કિંમત રૂપિયા ૨ લાખ મળી કુલ રુપિયા ૨.૨૪ લાખના મુદામાલ સાથે અમિતકુમાર શ્યામબલી વર્મા ઉ.વ.૨૫ રહેવાસી ભરૂચની અટકાયત કરી છે.
ભરૂચ શહેર સી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વધુ એક કેસ દાખલ કરાયો છે. અહીં આયશર ટેમ્પો નંબર જીજે-૧૬-એકસ-૬૦૪૦ માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૩૭૯૦ કિલો જેની કિંમત ૧.૩૨ લાખ તથા આયશર ટેમ્પો નંબર.જીજે-૧૬-એકસ-૬૦૪૦ ની કિંમત ૩ લાખ ના મુદામાલ સાથે હાસીન યાકુબ કરોડીયા ઉ.વ.૪૪ રહેવાસી, નુરનગર, ઉમરવાડાગામ, તા.અંકલેશ્ર્વરને ઝડપી પાડવામાં આવ્યો છે.
પેટ્રોલીંગ દરમ્યાન છોટા હાથી ટેમ્પામાં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૩૧૦ કિલો તથા છોટા હાથી મળી ૨.૧૦ લાખ રૂપિયાના મુદામાલ સાથે લાડુલાલ તેજમલજી કુંપાવત ઉ.વ.૩૬, રહેવાસી હલદરવા, પીપડાફળીયુ, તા.જી.ભરૂચનાને પકડી પાડવામાં આવ્યો છે.અંક્લેશ્ર્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પીકઅપ ગાડી નંબર . GJ-16-AV-6391 માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે પીકઅપ ગાડી મળી કુલ રુપિયા ૫.૬૮ના મુદામાલ સાથે ચંદ્રશેખર માનસિંગ જાતે વર્મા, રહેવાસી જનતાનગર, ઓ.એન.જી.સી. કોલોની પાસે, ગડખોલ, તા.અંક્લેશ્ર્વરની અટકાયત કરાઈ છે.