ભરૂચ,
ભરૂચ જિલ્લામાં પાનોલી પોલીસે ખરોડ ગામ નજીક દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ પકડી પાડી એક ટેક્ધર ચાલકને રંગેહાથે ઝડપી પાડી કેમિકલનો જથ્થો અને ટેક્ટરો મળી કુલ રૂપિયા ૧.૯૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતથી અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ગામની સીમમાં દર્શન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેક્ધરોના ચાલકો ટેક્ટરોમાં કંપનીએ લગાવેલ સીલના વાલ્વને ખોલી કેમિકલ કાઢી લેતા હતા. આ કેમિલ જોખમી રીતે પ્લાસ્ટીકના કેરબામાં અનલોડ કરવામાં આવતું હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કેમિકલ ચોરોના વેપલાનો પર્દાફાશ કર્યો હતો.
પાનોલી પોલીસે ટેક્ટરોમાંથી પ્લાસ્ટીકના કેરબાઓમાં કેમિકલ કાઢી લઇ તેને સગેવગે કરતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસના દરોડાને પગલે વેપલામાં સક્રિય કેમીકલચોરો ફરાર થઇ ગયા હતા. પોલીસે એક ટેક્ટરો ચાલકને પકડી પાડી તેની પુછપરછ કરતા તે યુપીના કીરતપુર ના સેલ્હા ગામનો વતની મંગલસિંગ ત્રિલોકસિંગ હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતા તેણે હજીરા ખાતેથી મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો લઇ દહેજની ફીલાટેક્સ ઇન્ડિયા કંપનીમાં ખાલી કરવા જતો હોવાનું જણાવ્યું હતું. માર્ગમાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ દર્શનના કમ્પાઉન્ડમાં કેમિકલ વેચી સારી કમાણી થતી હોવાનું યાન ઉપર હોવાથી તે કેમિકલ વેચવા દર્શન હોટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યો હતો. અહીં ટેક્ટરમાંથી કેમિકલ કાઢી કેરબા ભરવામાં આવતા હતા બદલામાં ટેક્ટર ચાલકને કેટલીક રકમ આપવામાં આવતી હતી. ઘટનાસ્થળે પોલીસની કાર્યવાહી દરમ્યાન કેટલાક ટેક્ટર ચાલકો અને ટેમ્પો ચાલક પણ ફરાર થઇ ગયા હતા. આ વાહનચાલકો ગભરાતમાંભાગયાહતા કે વેપલામાં સંડોવાયેલા હતા તેની પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસે આસપાસના તપાસ કરતા કેમિકલના અલગ અલગ ૧૭ કેરબામાં મળી આવ્યા હતા. પોલીસે ૩૬૦ લીટર મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો અને વાહનો મળી ૧.૯૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચની દહેજ જીઆઇડીસીમાં અગાઉ ડીજી વિજિલન્સે રેડ કરી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ટીમે રેડ કરી ચોરીના કેમિકલનું ખુબ મોટું કૌભાંડ ઝડપી પડ્યું હતું જ્યાં અત્યંત જોખમીરીતે અને સ્થાનિકોના જોવ જોખમમાં મુકાય તે રીતે રસાયણો સ્ટોર કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસકર્મીઓ સામે બદલી અને સસ્પેનશન સુધીના પગલાં પણ ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લો દેશનાંસૌથી મોટા કેમિકલ ક્લસ્ટર તરીકે ઓળખાય છે. અગાઉ ભરૂચના દહેજ વિસ્તારમાં બેનંબરી કેમિકલનો મોટા વેપલાનો ડીજી વિજિલન્સ સ્કોડે પર્દાફાશ કર્યો હતો જેમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ અને ગોડાઉન સીઝ કરાયા હતા. ફરી એકવાર પાનોલી નજીક આ પ્રકારના કેમિકલ ચોરીના વેપલાની શરૂઆત થતા પોલીસે દરોડા પાડ્યા હતા.