ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના કંપાઉન્ડમાંથી પાર્ક ટેમ્પોમાંથી 9792 બોટલ દારૂ સાથે રૂપિયા 25 લાખ આસપાસનો મુદ્દામાલ કબ્જે કરી 1 શખ્શની ધરપકડ કરી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી આ પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
અધિકારીઓની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગુના શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન પો.સ.ઈ. પી.એમ.વાળા ટીમ સાથે ને.હા. નંબર-48 પર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, “નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચ થી અંક્લેશ્વર જતા ટ્રેક ઉપર આવેલ હોટલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં તાડપત્રી બાંધેલ એક આઇસર ટેમ્પો નંબર MH-24-AU-1974 છે જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.
બાતમી આધારે હોટલ ચૌધરી પેલેસના પાર્કીંગમાંથી બાતમીવાળા આઇસર ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 9792કિંમત 14.35 લાખ રૂપિયા સહીત 25 લાખ રૂપિયા આસપાસના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આઇસર ટેમ્પોમાં રબર ફ્રોમ વેસ્ટેજની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. ગુનામાં ગજાનન વિષ્ણુભાઇ જાદવ ઉ.વ. ૪૦ રહેવાસી કર્મયોગી સોસાયટી-૨ પાંડેસરા હાઉસીંગ બોર્ડ સુરત શહેરની ધરપકડ કરવામાં આવી છે.
આ ગુનામાંસંડોવાયેલા 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે
- સંજય ઉર્ફે સંજુ દાઢી ગવાણે રહે. લીંબયત
- નરેશ મેવાડા
- દીપક
દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પો.સ.ઇ. પી.એમ.વાળા સાથે એ.એસ.આઇ. ચંદ્રકાંત, એ.એસ.આઇ. અજયભાઈ , અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. હિતેશભાઇ, અ.હે.કો. અજયભાઇ, અ.હે.કો. કિશોરસિંહ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નૈલેષદાન અને વુ.અ.પો.કો. હિરલ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવી હતી.