ભરૂચ, અંકલેશ્ર્વરમાં તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું છે. પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. તસ્કરોએ ભગવાનના આભૂષણોની ચોરી કરી હતી. આ તસ્કર સીસીટીવીમાં કેદ થયા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર બે તસ્કર મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. આ બે તસ્કરો સવારે ૩.૪૫ વાગ્યાના અસરમાં નજરે પડયા હતા. ૫ કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર પલાયન થઇ ગયા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્ર્વર પોલીસે તપાસ શરૂ કરી છે.