ભરૂચ,ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે. જૂની અદાવત આ ગોળીબાર પાછળનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર નર્સરીમાં કામ કરતા ૫૫ વર્ષીય રામ ઈશ્ર્વર શાહ ઉપર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું છે. સવારે ૬.૪૫ વાગે તેઓ અવાવરું વિસ્તારમાં હાજતે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. રામ ઈશ્ર્વર શાહને છાતી અને માથા ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘણાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને ઘટનાસ્થળથી ૪ બુલેટ મળી આવી છે.
ઈજાગ્રસ્ત ના પુત્ર લલન શાહ અનુસાર વર્ષોથી બિહારમાં તેમની જમીન સંબંધિત તકરાર ચાલી રહી છે. આ મામલે વર્ષ ૨૦૧૯ માં રામ ઈશ્ર્વર શાહ ઉપર હુમલો થયો હતો જેના આરોપી જેલમાં ધકેલાયા હતા. ધરપકડ સમયે આરોપીઓએ છૂટ્યા બાદ પણ પતાવી દેવાની ધમકી આપી હતી. હાલમાં આરોપીઓએ જેલમાંથી છૂટીને ઘટનાને અંજામ આપ્યો હોવાની તે શંકા વ્યક્ત કરી રહ્યો છે.
જાણકારો અનુસાર હુમલો દેશની બનાવટની રિવોલ્વર અથવા પિસ્ટલથી કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૭.૬૫દ્બદ્બ ની ૪ બુલેટ પણ મળી આવી છે. જે પ્રકારે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે જોતા ગુનામાં સંડોવણી હિસ્ટ્રીશીટરની અથવા સોપારી પ્રકરણની હોય તેવી શક્યતતા નકરાઈ શકાય નહીં.
ભરૂચના વિભાગીય પોલીસ અધિક્ષક સી કે પટેલે ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે બિહારમાં રામ ઈશ્ર્વર શાહની તેના પડોશી સાથે જમીનની તકરાર ચાલી રહી છે જે બાબતની રીસ રાખી બદલો લેવા હુમલો થયો હોવાનું અનુમાન છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.