ભરૂચ, વાલિયા પોલીસ સ્ટેશનમાં વાડ ચીભડાં ગળે તેની ઉક્તિ સાર્થક થઈ છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ મુદ્દામાલ સગેવગે કરવાના આરોપમાં સલવાયા છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે લાખોરૃપિયાનો દારૂ બુટલેગરોને વેચી માર્યો હોવાની ચોંકાવનારી હકીક્ત સામે આવી છે. ભરૂચ જિલ્લા પોલીસવડાએ મુદ્દામાલ ચકાસણીના કરેલા આદેશમાં આ ઘટસ્ફોટ થયો છે.
વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદિશ ધનજીભાઈ વસાવાએ વિદેશીદારૂના મુદ્દામાલમાંથી કુલ ૨૩,૬૩૮ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૩૧ લાખ થાય છે તે વગે કરી નાખી હતી. વાલિયા પોલીસે આ પોલીસકર્મી સામે સરકારી મિલક્તનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.