ભરૂચના આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની ૨૨૦ કે.વી ગવાસદ – સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે.ટાવર પરથી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ.આ સમયે ૮૬ નંબર ના ટાવર પર ચાર – પાંચ કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા ત્યાંજ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભેસંગ ગોહિલ દબાઈ જતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવમાં ર ઈજનેરોને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક જે.ઈ. અને એક ડી.ઈ.નો સમાવેશ થાય છે. જેટકોના આ નિર્ણય સામે જીઇબી એન્જિનિયર્સ એસો. દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીઇબી એન્જિનિયર્સ એસો. દ્વારા આ ઘટનામાં મોતને ભેટેલા લાઈનમેનને નિધન અર્થે શોક પ્રદશત કરવા માટે ૮મી થી ૧૧મી સુધી રાજ્યના ૨૫૦૦ એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એવો દાવો કરાયો છેકે, આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી, મિકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણવા તે તદ્દન અયોગ્ય છે. સસ્પેન્સનનું પગલું લેતાં પહેલાં શો કોઝ આપવી અને ઇક્ધવાયરી બાદ કાર્યવાહી થવી જોઇએ ત્યારે આ મામલે તપાસની માંગ કરવામાં આવી છે.