ભરૂચ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે. જૂનમાં હાલની સરકારની ટર્મ પુરી થઈ રહી છે. આગામી ટર્મ માટે મતદાન પ્રક્રિયા એપ્રિલ મે ૨૦૨૪ દરમિયાન યોજાય તેવા અનુમાન છે. મતદાન વિશે લોકોને સમજ આપવા ડેમોસ્ટ્રેશન યોજવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર ના દીવા ગામે મતદાન પ્રક્રિયાની સમજ આપવાના કાર્યક્રમનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામ પંચાયતમાં મામલતદાર કચેરી તરફથી ઇલેક્શન ડેમો રાખવામાં આવ્યો હતો. ગામના ખેડૂતોએ વિરોધ કરાવી ડેમોસ્ટ્રેશન બંધ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી પ્રોજેક્ટો માટે જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂતોએ અગાઉથીજ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે.