ભરૂચમાં ગરીબોના હક્કનું અનાજ વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું,ત્રણની ધરપકડ

  • ૫૦ કિ.ગ્રા. ની એક એવી ૧૫૦ થેલી ચોખા અને બીજી ૧૫૦ થેલીમાં ઘઉં એમ કુલ -૩૦૦ થેલી ઝડપી પાડી

ગરીબ પ્રજાને  ભોજન મળી રહે તે માટે સરકાર BPL – APL રાશન કાર્ડ(Ration card)ના લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડે છે. ભરૂચના સસ્તા અનાજની દુકાનના સંચાલક આ ગરીબોનું અનાજ જરૂરિયાતમંદોને ન આપી પ્રોસેસિંગ યુનિટો અથવા અન્ય વેપારીઓને  વેચી મારતા હોવાના કૌભાંડનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ – SOG ભરૂચે પર્દાફાશ કર્યો છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા BPL – APL રાશન કાર્ડના લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ મળી રહે તે હેતુસર અનાજનો જથ્થો વિતરણ કરવા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવામાં આવે છે અને સસ્તા અનાજની દુકાન દ્વારા આ સરકારી અનાજ લાભાર્થીઓને નિયમ મુજબ આપવામાં આવે છે. લાભર્થીઓને અનાજ ઓછું અથવા કોઈ બહાને ન આપી આ અનાજ અન્ય વેપારીઓ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટોને અનાજ વેચી દેવાનુ કૌભાંડ ચાલતુ હોવાની SOG ને બાતમી મળી હતી.

SOG ના પો.ઇન્સ.એ.એ.ચૌધરી તથા પો.સ.ઇ. આર.એલ.ખટાણાની ટીમના સભ્ય અ.હે.કો. કીર્તીકુમાર ભાર્ગવક્રમારને મળેલ બાતમી આધારે  આયસર ટેમ્પો નં.GJ-06-81-7436 માંથી ઝડતી તપાસ કરતા તેમાંથી ૫૦ કિ.ગ્રા. ની એક એવી ૧૫૦ થેલી ચોખા અને બીજી ૧૫૦ થેલીમાં ઘઉં એમ કુલ -૩૦૦ થેલી ઝડપી પાડી હતી.

ઝડપાયેલ બે ઇસમોએ સદર અનાજ ભાવેશ મિસ્ત્રીએ મક્તમપુર, અંબાજી ફળિયામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ભરી આવેલ હોવાનું જણાવતા સરકારી સસ્તા અનાજની દુકાને જઇ તપાસ કરતા ત્યાં હાજર ભાવેશ મિસ્ત્રીએ સરકારી અનાજ અન્ય ચેલીમાં ભરીને આઇશરમાં ભરી આપેલ હોવાનું અને રસ્તામાં કોઇ રોકે તો શંકાસ્પદ GST નંબરવાળુ બીલ આપેલ હોવાનું જાણવા મળતા અને કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. શંકાસ્પદ અને ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો આયસર ટેમ્પામાં ભરી આપેલ હોવાનુ જણાતા સદર મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન GST વિભાગ દ્વારા GST નંબર અને બીલની ખરાઇ કરાવતા ખોટું બિલ બનાવેલ હોવાનું જણાયેલ અને મામલતદારશ્રી ભરુચનાઓને પત્ર લખી તેઓએ સ્થળ તપાસણી કરી સ્ટોક વેરિફાય કરી આપેલ હતું

અહેવાલ મુજબ સદર સરકારી અનાજના દુકાનધારક વિરાજસિંહ રામસિંહ પઢિયારના નામે હોઇ દુકાનમાં ફાળવેલ અનાજ કરતા જથ્થો ઓછો મળતા દુકાનમાંથી સરકારી અનાજ વેચેલ હોવાનું સ્પષ્ટ થતા સદર મુદ્દામાલ અંગે પો.સ.ઇ. આર.એલ.ખટાણાએ શ્રી સરકાર તરફે ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૫૯૯૦૦૧૨૩૦૮૫૭/૨૦૨૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩૭ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે અને આગળની તપાસ પો.ઇન્સ. શ્રી ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા વિરાજસિંહ રામસિંહ પઢિયાર અને ત્યા કામ કરતા ભાવેશ મહેશભાઇ મિસ્ત્રીનાઓ મળી BP/AP રાશન કાર્ડના લાભાર્થીઓને મળતા સરકારી સારી ગુણવતા વાળું અનાજ કાઢી લઇ અને બજારમાંથી તેમજ ફેરીયાઓ પાસેથી લકી ગુણવતા વાળુ અનાજ લઇ તે લાભાર્થીઓને આપી અને સરકારી સારી ગુણવતા વાળુ અનાજ વેપારીઓને ઉંચા ભાવે બારોબાર વેચાણ કરી રસ્તામાં પોલીસ  કે કોઇ સરકારી એજન્સી રોકે તો શક ના પડે તે માટે પ્લેન થેલીમાં પેકીંગ કરી આપી અને ખોટું GST બીલ વેપારીને આપી સરકારી અનાજ બારોબાર વેચાણ કરી દેવાની પ્રવૃતિ કરી હતી.

ઝડપાયેલ મુદ્દામાલ

  • ઘઉં તથા ચોખાની થેલીઓ નંગ-૩૦૦ કિ.રૂ. ૨,૫૫,૦૦૦/-
  • આયસર ટેમ્પાની કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ-૦૩, કિં.રૂ.૧૫૦૦/-
  • ખાલી કંતાન તેમજ મીણીયા થેલીઓ નંગ ૨૦૦
  •  ખોટા બીલની નકલકુલ કી.રૂ. ૧૨,૭૦,૦૦૦/-

હસ્તગત કરેલ આરોપીઓ

  •  ભાવેશકુમાર મહેશભાઇ મીસ્ત્રી રહે. ૩૦૭૭, અયોધ્યા નગર લીંકરોડ, ભરૂચ (અનાજ વેચનાર)
  • હર્ષિલ કમલેશભાઇ શાહ રહે.બજાર ફળીયુ મોભાગામ, તા.પાદરા, જી.વડોદરા (અનાજ ખરીદનાર)
  • વિક્રમસિંહ રાયસિંહ સોલંકી રહે. દરબાર ફળીયા સીહાના ગામ, તા. સંખેડા, જી.છોટાઉદેપુર

ફરાર આરોપી

વિરાજસિંહ રામસિંહ પઢિયાર રહે. મક્તમપુર, ભરૂચ (સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક)