ભરૂચમાં ડબલ મર્ડરની ઘટના બની : પરિણીતાને અન્ય ૨ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો

ભરૂચ, અંકલેશ્વરમાં  ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીના પ્રેમી ઉપરાંત અન્ય યુવક સાથેના સંબંધોના કારણે કરુણ અંજામ આવ્યો છે. ઘટનામાં યુવતી સહીત બે લોકોની હત્યા કરી એક યુવાન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવાનની બે લોકોની હત્યાની કબૂલાતથી પોલીસ પણ ચોકી ઉઠી હતી જેણે જણાવેલી કેફિયતની ખરાઈ કરતાં મેં મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારી દોડતા થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો અનુસાર ઝઘડિયાના રાણીપુરા ગામનો યુવાન રોહન વસાવા અનિતા વસાવા નામની યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. રોહનના મિત્ર હિતેશ સાથે અનિતા વાતચીત કરતી હોવાની શંકામાં રોહન અને અનિતા વચ્ચે તકરાર થતા અનિતાએ તેને કાઢી મુક્યો હતો. રોહન રાણીપુરા ગમે પહોંચ્યો ત્યારે તેને હિતેશ નજરે ન પડતા તેને શંકા થઈ હતી. તપાસ કરવા રોહન અનિતાના ઘરે ગયો ત્યારે રાતે અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો. રોહન ઘરની બહાર બેસી રહ્યો હતો. વહેલી સવારે ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે તેમાંથી હિતેશ બહાર નીકળતા રોહને હિતેશ અને અનિતાની હત્યા કરી નાખી હતી.