ભરૂચમાં આરોગ્ય અધિકારીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ

ભરૂચમાં આરોગ્ય અધિકારીનો મૃતદેહ મળતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચના મોતાલીની સીમમાંથી આ અધિકારીનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવની વિગત મુજબ મે મહિનામાં આરોગ્ય અધિકારીનો મૃતદેહ મોતાલીની સીમમાંથી મળી આવ્યો હતો.

બાદમાં અધિકારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન એફએસએલના રિપોર્ટમાં આરોગ્ય અધિકારીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.આરોગ્ય અધિકારીની બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું એફએસએલની તપાસમાં બહાર આવ્યું હતું.મોતાલી ગામની સીમમાંથી આરોગ્ય અધિકારી રાજેશ સિંધાનો અંકલેશ્ર્વરના મોતાલી ગામની સીમથી મૃતદેહ મળતા શંકા કુશંકાઓ ફેલાઈ છે.

જેને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અધિકારીની કોણે અને શા કારણથી હત્યા કરી તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.