ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા દાદા પોર ગામમાંથી વેહતી કેનાલમાં ગાબડું પડવાના કારણે પાણી ગામ અને ખેતરોમાં ફરી વળ્યાં હતા.લકોએ નહેરના પાણીથી નુક્સાન સામે રોષ વ્યક્ત કરી વળતરની માંગણી કરી હતી તો સાથે બાંધકામની ગુણવત્તા સારી રાખવા જણાવ્યું હતું.
આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારમાં નહેરમાં ગાબડું પડવાના કારણે પાણી ફરી વળતા લોકો ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરાઈ હતી. લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે. ગામ અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ નુક્સાની વેઠવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.