ભરૂચ : જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૮૫ તાલીમાર્થી બહેનોને કીટ વિતરણ

ભરૂચ, ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની કીટ વિતરણ કરી ૮૫ મહિલા તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનાવી પ્રધાનમંત્રીની પહેલને સાર્થક કરી છે.

ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે, અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે, ત્યારે આજની મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે ૮૫ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરવામાં આવી હતી.

એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે, અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા ૮૫ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે, તેવા સંકલ્પ સાથે જન હિતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની તાલીમ આપવામાં આવી હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ પર ૭ઠ કોમ્પ્લેક્સ સ્થિત ભરૂચ ડીસ્ટ્રિકટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે ૮૫ જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ સહિત પ્રમાણપત્ર એનાયત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના કારોબારી અયક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માને સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.