ભરૂચ : એ ડિવિઝન પોલીસે ૭ જુગારીયાઓને ઝડપી પાડ્યા, ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જુગારની બળી ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે ભીડભંજન ખાડી વિસ્તારમાં રેડ કરી ૭ જુગારીયાઓને ઝડપી લીધા હતા. જુગાર રમતા આ લોકોનું ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાત તરફથી પ્રોહિબિશન અને જુગારની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ સ્ટેશનની ટીમોને સૂચના આપવામાં આવી છે. સૂચના અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.ફુલતરીયા દ્વારા ઉપરોક્ત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.

પો.સ્ટે.ના સર્વેલન્સ માણસોની ટીમો વિસ્તાર પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી હકીક્ત આધારે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરવામાં આવી હતી.