ભારતીય સેનામાં મહિલાઓ માટે વધુ એક રસ્તો ખુલ્યો, નેવીએ યુનિવસટી પ્રવેશ યોજનાના દરવાજા ખોલ્યા

સેનામાં મહિલાઓના પ્રવેશ માટે વધુ એક બંધ દરવાજો ખોલવામાં આવ્યો છે, જે અત્યાર સુધી માત્ર પુરુષો માટે જ હતો. તે છે નેવી યુનિવસટી એન્ટ્રી સ્કીમ. અત્યાર સુધી આ સ્કીમ માત્ર પુરુષો માટે જ હતી. પરંતુ હવે આના માયમથી મહિલાઓ પણ ભારતીય નૌકાદળમાં નોકરી મેળવી શકશે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આ માહિતી આપી છે. આ સંબંધમાં એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે હવે મહિલાઓ નેવી યુનિવસટી એન્ટ્રી સ્કીમ દ્વારા નેવીની કેટલીક શાખાઓમાં નોકરી માટે પણ અરજી કરી શકે છે. કરીઅર ન્યુઝ અહીં વાંચો.

હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવસટી એન્ટ્રી સ્કીમ દ્વારા નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જનરલ સવસ (એક્સ) કેડર, આઈટી, એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ શાખાઓમાં મહિલાઓ માટે નોકરીનો માર્ગ સાફ થઈ ગયો છે.

એડવોકેટ કુશ કાલરાએ દિલ્હી હાઈકોર્ટમાં સૈન્ય ભરતીમાં મહિલાઓ સાથે ભેદભાવનો આરોપ લગાવતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આના પર હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે મહિલાઓની સાથે પુરૂષોને સમાન તક આપવા માટે સરકારે શું પગલાં લીધાં છે? આના જવાબમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે પિટિશનમાં ઉઠાવવામાં આવેલ મુદ્દો પહેલાથી જ ઉકેલાઈ ગયો છે. સરકારે ઇન્ડિયન નેવી યુનિવસટી એન્ટ્રી સ્કીમ દ્વારા મહિલાઓને નેવીની આઇટી, ટેકનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જનરલ સવસ કેડરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

પોતાની દલીલોને મજબૂત કરવા એએસજીએ કોર્ટમાં કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલી નોટિસ પણ બતાવી. એક સૂચના નેવી શોર્ટ સવસ કમિશન ઇન ઇન્ફર્મેશન ટેક્નોલોજી (એક્ઝિક્યુટિવ બ્રાન્ચ)ની ખાલી જગ્યા માટે હતી, જેના માટે જાન્યુઆરી ૨૦૨૩ થી ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. બીજી સૂચના શોર્ટ સવસ કમિશનની જનરલ સવસ સહિતની અન્ય એન્ટ્રીઓ માટે હતી, જેની ભરતી પ્રક્રિયા જૂન ૨૦૨૩માં શરૂ થવાની છે (નોટિસમાં ઉલ્લેખિત તારીખો મુજબ). જો તમે આ સ્કીમ દ્વારા નૌકાદળની નોકરી મેળવવા માંગો છો, તો નવીનતમ માહિતી માટે નેવીની વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લેતા રહો. સૂચના અહીં અપલોડ કરવામાં આવશે. ક્યારે? તેની માહિતી હાલ આપવામાં આવી નથી.