નવીદિલ્હી,
ભારતમાં પણ કોરોનાનું એલર્ટ જાહેર થયુ છે ત્યારે ભારતીય સેના પણ સતર્ક બની છે અને સૈન્ય જવાનો માટે નવી માર્ગદશકા પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે.
ચીન-અમેરિકા-જાપાન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં બેફામ વધારાને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્યને એલર્ટ કરવામાં આવ્યું છે અને જવાનોને પ્રોટોકોલનું કડક પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.
જવાનો માટે માર્ગદશકા પણ જારી કરવામાં આવી છે જે અંતર્ગત શંકાસ્પદ લક્ષણો ધરાવતા જવાનોની કોરોના તપાસ ફરજીયાત બનાવવામાં આવી છે અને પોઝીટીવ માલુમ પડવાના સંજોગોમાં સાત દિવસ કવોરન્ટાઈન કરવાની સૂચના આપવામાં આવી છે. મધ્યમ કે ગંભીર અસર હોય તો હોસ્પીટલમાં દાખલ કરવાની તાકીદ કરવામાં આવી છે. નવી માર્ગદશકામાં જવાનોને મહતમ ઉપયોગ કરવા અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. સેનીટાઈઝરના ઉપયોગની પણ સલાહ આપવામાં આવી છે.