ભારતીય રેલવે રતલામ, ઉજ્જૈન, ઈન્દોર સહિત 6 ઝોનમાં 20 આધાર કાઉન્ટર ખોલવામાં આવશે

  • રેલવે યાત્રીઓ તેમાં સુધારા પણ કરી શકશે.
  • મુસાફરી દરમિયાન સ્ટેશન પર આધાર કાર્ડ બનાવી શકાય છે.

દાહોદ,

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો હવે પ્રવાસ દરમિયાન પણ બનાવેલ નવું આધાર કાર્ડ મેળવી શકશે અથવા જૂના કાર્ડમાં સુધારો કરી શકશે. ભારતીય રેલવેના ડિજિટલ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ આ શક્ય બનશે. જેમાં રેલવે સ્ટેશનો પર આધાર કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે.

આમાં આધાર કાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. પ્રથમ રાઉન્ડ માટે પશ્ચિમ રેલવેના 6 વિભાગના 20 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રતલામ વિભાગના ઈન્દોર, ઉજ્જૈન અને રતલામ સ્ટેશનનો સમાવેશ થાય છે. મુંબઈ હેડક્વાર્ટર તરફથી સૂચના મળ્યા બાદ રેલવેના વાણિજ્ય વિભાગે આધાર કાર્ડ કાઉન્ટર ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સહયોગથી શરૂ કરવામાં આવનાર આ કાઉન્ટર્સ, ફરતા વિસ્તાર અથવા રિઝર્વેશન સેન્ટરમાં ખોલવામાં આવશે. રેલવે સ્થળની પસંદગી કરવા માટે સર્વે કરી રહી છે. જેથી મુસાફરોની સાથે સ્ટેશન પર આવતા અન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે.

બોકસ: ટ્રેનિંગ લીધા બાદ આધાર અપડેટનું કામ માત્ર રેલવે કર્મચારીઓ જ કરશે…

સારી વાત એ છે કે, રેલવે કર્મચારીઓ સ્ટેશનો પર આ આધાર કાઉન્ટરોનું સંચાલન કરશે. આ માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા રેલવેમેનને ટ્રેનિંગ આપશે. લોકેશન સિલેક્ટ થતાં જ રેલવે કર્મચારીઓને ટ્રેનિંગ પર મોકલશે. સંભવત: મે મહિનાથી રતલામ ડિવિઝનના ત્રણેય સ્ટેશનો પર આધાર કાઉન્ટર કાર્યરત થઈ જશે. ખાસ વાત એ છે કે, આ કાઉન્ટર્સ પર નવા આધાર કાર્ડ અને ફરજિયાત આધાર અપડેટનું કામ સંપૂર્ણપણે મફત હશે. મોબાઈલ નંબર અપડેટ કરવા, ઘરનું સરનામું બદલવા માટે ન્યૂનતમ ચાર્જ વસૂલવામાં આવશે.

પ્રથમ કેન્દ્ર ગુવાહાટીમાં ખોલવામાં આવ્યું: પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે, રેલ્વેએ ગુવાહાટી સ્ટેશન પર દેશમાં પ્રથમ આધાર કાર્ડ કેન્દ્ર ખોલ્યું. તેની સફળતા બાદ રેલ્વે ધીરે ધીરે આ સુવિધાને સમગ્ર દેશમાં વિસ્તારી રહી છે.

બોકસ: પશ્ચિમ રેલવે 6 ઝોનમાં ક્યાં આધાર કેન્દ્રો ખુલશે….

રતલામ રતલામ, ઈન્દોર, ઉજ્જૈન.

મુંબઈ- ચર્ચગેટ, દાદર, અંધેરી, બોરીવલી, વસઈ રોડ, નાલા સોપારા, વિરાર, સુરત. વડોદરા- વડોદરા, ભરૂચ, આણંદ જંકશન.

અમદાવાદ-અમદાવાદ, પાલનપુર જંકશન, ગાંધીધામ રાજકોટ-. રાજકોટ, સુરેન્દ્રનગર ભાવનગર ભાવનગર.