
મુંબઇ,
હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે અને વન-ડે સીરિઝ રમી રહી છે. ૩ મેચોની વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે પહેલી બે મેચ સતત હારી સીરિઝ ગુમાવી દીધી છે. તેને લઇને ભારતીય ટીમની પૂર્વ પાકિસ્તાની બોલર દાનિશ કનેરીયાએ ખૂબ નિંદા કરી છે. તેણે ભારતીય ખેલાડીઓને ઇન્ડિયન પ્રીમિયર લીગની જગ્યાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ બાબતે વિચારવા કહ્યું છે., બાંગ્લાદેશના પ્રવાસ પર ભારતીય ટીમને વન-ડે સીરિઝની શરૂઆત અગાઉ જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ એમ ન થયું.
મેજબાન બાંગ્લાદેશે પોતાની ઘરેલુ પરિસ્થિતિમાં શાનદાર રમત દેખાડી અને ૩ મેચોની સીરિઝની પહેલી ૨ મેચ જીતીને અજેય લીડ હાંસલ કરી લીધી છે બાંગ્લાદેશે પહેલી મેચ ૧ વિકેટે જીતી, તો બીજી મેચમાં તેણે ભારતીય ટીમને ૫ રને હરાવી. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ભારતીય ટીમને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં વન-ડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમની સખત નિંદા કરી છે અને કહ્યું કે, ખેલાડીઓએ આઇપીએલમાં મળનારી મોટી રકમની જગ્યાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ બાબતે વધારે વિચારવું જોઇએ.
તેણે કહ્યું કે,આઇપીએલ બાબતે વિચારવાનું બંધ કરો અને દેશ બાબતે વિચારો. ભારતીય ક્રિકેટ સૌથી મહત્ત્વપૂર્ણ છે, ફ્રેન્ચાઇઝી ક્રિકેટ નહીં. ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પૈસા છે, પરંતુ તમે ઇન્ટરનેશનલ ક્રિકેટથી પણ પૈસાની કમાણી કરી શકો છો. જ્યાં સુધી તમે ઇન્ટરનેશનલ ક્રિકેટને મહત્ત્વ આપવાનું શરૂ કરતા નથી, ત્યાં સુધી આ જ પ્રકારના પરિણામ ચાલુ રહેશે. પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરીયાએ ભારતીય ટીમમાં થઇ રહેલી રોટેશન પોલિસીની નિંદા કરી છે. તેના જણાવ્યા મુજબ, બેટિંગ લાઇન-અપમાં બેટ્સમેન પોતાના ક્રમને લઇને સ્પષ્ટ નથી.
તેણે યોજનાનો અભાવ બતાવ્યો અને કહ્યું કે, બાંગ્લાદેશ પાસે ટેસ્ટ સીરિઝ જીતવાનો પણ સારો ચાંસ છે. દાનિશ કનેરીયાએ કહ્યું કે, બેટ્સમેન પોતાની પોઝિશનને લઇને આશ્ર્વસ્ત નથી કેમ કે, તેમને છેલ્લા કેટલાક મહિનાઓમાં અલગ-અલગ જગ્યાએ બેટિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. બોલિંગ આક્રમણમાં સતત બદલાવ થઇ રહ્યા છે. કોઇ ઉચિત યોજના કે નિષ્પાદન કરવામાં આવી રહ્યું નથી, મને નથી લાગતું કે કોઇ યોજના છે. ભારતીય ક્રિકેટ નીચે જતી રહી છે અને બાંગ્લાદેશ પાસે ટેસ્ટ સીરિઝ જીતવાનો ખૂબ સારો ચાંસ છે.