નવીદિલ્હી,
આયરલેન્ડને બીજી વાર ભારતીય મૂળના પીએમ મળ્યાં છે. ૨૦૨૦માં વરાડકરની ફાઇન ગેલ અને માઇકલ માટનની ફિયાના ફેઇલ પાર્ટી વચ્ચે અઢી-અઢી વર્ષ પીએમ બનવાના કરાર થયા હતા જે અનુસાર માઈકલ માટને પીએમ પદ ભોગવી લેતા તેમણે રાજીનામું આપ્યું અને આ રીતે વરાડકરને પીએમ બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.
આ પહેલા તેઓ ૨૦૧૭થી ૨૦૨૦ સુધી પીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ ડેપ્યુટી પીએમ હતા. ૪૩ વર્ષીય વરાદકર હજુ પણ આયર્લેન્ડના સૌથી યુવા નેતાઓમાંના એક છે. તેઓ બીજી વખત વડા પ્રધાન બન્યા છે, પરંતુ તેઓ હજી પણ આયરિશ ઇતિહાસના સૌથી યુવા વડા પ્રધાન છે. ડબલિનમાં આયરિશ સંસદની વિશેષ બેઠકમાં બોલતા વરાડકરે પોતાના પુરોગામી માટનનો આભાર માન્યો હતો.
આયરલેન્ડની રાજધાની ડબલિનમાં વરાડરના પીએમ બનવાનો જશ્ર્ન શરુ થયો હતો. લોકોએ ઠેરઠેર તેમને પીએમ તરીકે વધાવ્યાં હતા.પ્રધાનમંત્રી મોદીએ લીઓ વરાડકરને પીએમ બનવા બદલ અભિનંદન આપ્યાં હતા. તેમણે શનિવારે મોડી રાતે ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યાં હતા. રાડકર ભારતીય મૂળના છે અને તેમણે ૨૦૧૫માં ખુલ્લેઆમ ગે હોવાની કબૂલાત કરીને લોકોને ચોંકાવી મૂક્યા હતા.
૧૮ જાન્યુઆરી, ૧૯૭૯ના રોજ રાજધાની ડબલિનની રોટુંડા હોસ્પિટલમાં જન્મેલા લીઓ વરાડકરના પિતાનું નામ અશોક વરાડકાર અને માતાનું નામ મિરિયમ વરાડકર છે. તેમના પિતાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ડોક્ટર બનવા માટે ૧૯૬૦ના દાયકામાં બ્રિટન આવ્યાં હતા. તેમની માતા નર્સ તરીકે કામ કરતી વખતે અશોકને મળી હતી. ૧૯૭૧ની શરૂઆતમાં, તેઓએ યુકેમાં લગ્ન કર્યા હતા પરંતુ ૧૯૭૩માં ડબલિનમાં સ્થાયી થયા પહેલા આ પરિવાર ભારત આવી ગયો હતો, જ્યાં તેમના બીજા બાળક સોનિયાનો જન્મ થયો હતો.